Category: Gujarati News

માંડવી પોલીસે એટીએમ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા

By | 29th August, 2020

ર.૭ર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો : પાંચ ચોરીની કબુલાત અપાઈ માંડવી : માંડવી પોલીસે એટીએમ ચોરીના બે રીઢા ગુનેગારને પકડી પાડ્યા હતા. જેઓ પાસેથી ર.૭ર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોપીઓએ પાંચ ચોરીની ઘટનાની કબુલાત આપી હતી. મળતી માહિતી મુજબ પોલીસે મુન્દ્રાના…Read More »

અંજારમાં જુની અદાવતે યુવાન પર છરીથી હુમલો

By | 29th August, 2020

અંજાર : શહેરના કળશ સર્કલ નજીક બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. જુની અદાવતના મનદુઃખે હુમલો કરતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હુશેન ઈસ્માઈલશા શેખ (ઉ.વ.૩૦) (રહે. શેખ ટીંબો, મસ્જીદની બાજુમાં અંજાર) એ મામદ હનીફ…Read More »

રાજ્યસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝાટકો

By | 11th June, 2020

  (એજન્સી દ્વારા) નવી દીલ્હી : મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં વધુ એક રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતા છે. અને તેની અસર રાજ્યસભા ચૂંટણીમાં પણ જોઈ શકાશે. ભાજપ કોંગ્રેસને મધ્યપ્રદેશમાં વધુ એક ઝાટકો આપવા જય રહ્યું છે.રાજ્યમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ૨૨…Read More »

દેશને નામ, PMનો  વિકાસ સંદેશ

By | 11th June, 2020

  ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સને પીએમનું ઉદેબાધન : કોરોના કાળને ભારતવાસીઓ આફતને અવસરમાં પલટાવવા સંકલ્પબદ્ધ બને મોદીના સંબોધનની મોટી વાત •કોરોનાનો કાળ ભારત માટે ટર્નિંગ પોઈન્ટ બનશે • એમએસએમઈની વ્યાખ્યા બદલવામાં આવી • ખેડુતોને શસકત કરવાનો સરકારનો પ્રયાસ • હાલનો સમય નકકર…Read More »

આજે સંકટ ચોથ અને સોમવારનો શુભ યોગ.. વ્રત કરવાથી દરેક કષ્ટ દુર કરશે શ્રીગણેશ, જાણો પુજા-વિધી

By | 7th June, 2020

સંકષ્ટી ચોથ વ્રત દર મહિનાના વદ પક્ષની ચોથ તિથિએ કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 8 જૂન, સોમવારે કરવામાં આવી રહ્યું છે. ભગવાન ગણેશ સંકટ હરે છે એટલે, તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. દરેક પ્રકારના સંકટથી છુટકારો મેળવવા માટે સંકષ્ટી…Read More »

શું તમે પણ કોરોનાનનો ટેસ્ટ કરાવવા માંગો છો ? રાજ્ય સરકારે જાહેર કર્યા આ નિયમો

By | 2nd June, 2020

આજે કોવિડ-19ના ટેસ્ટ કરવા સંદર્ભે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે કે કોઈ પણ દર્દીનો રિપોર્ટ કર્યા પછી જો પોઝિટીવ આવે તો જે તે તબીબ અને લેબોરેટરીએ આરોગ્યના અધિકારીને જાણ કરવાની રહેશે. સરકાર માન્ય એપ્લિકેશન પર વિગત…Read More »

સી-વોટર સર્વે : દરેક રાજ્યોમાં બસ એક જ અવાજ, મોદી….મોદી… છ વર્ષ પછી પણ મોદીની લોકપ્રિયતા ઘટી નથી.

By | 2nd June, 2020

કોરોના સંકટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તે લોકોને ખૂબ ગમે છે. વડા પ્રધાન મોદીએ લીધેલા પગલાથી દેશના મોટાભાગના લોકો ખુશ છે. આઈએએનએસ-સીવીટર સ્ટેટ ઓફ નેશન સર્વેમાં વડા પ્રધાન મોદી દેશના મુખ્ય પ્રધાનો કરતા વધુ…Read More »

૩જીએ વાવાઝોડું ગુજરાતકાંઠે ટકરાશે : સીએમ

By | 1st June, 2020

દક્ષિણ ગુજરાત, અમરેલી – ભાવનગરમાં હાઈએલર્ટ- કચ્છ – સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર ગાંધીનગર : નિર્સગ વવાઝોડાના સુચિત ખતરા સામે રાજય સરકારની તૈયરીઓને લઈને આજ રોજ સીએમ દ્વારા બેઠક યોજયા બાદ પ્રેસ યોજીને વિગતો આપી હતી. વિજયભાઈએ આ તબક્કે કહયુ હતુ કે, આજે ડિઝાસ્ટર…Read More »

‘નિસર્ગ’ સંકટ : રૂપાણી સરકાર એકશનમાં

By | 1st June, 2020

વાવાઝોડાની સ્થિતીનો તાગ પામવા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ યોજી તત્કાળ બેઠક : ડિઝાસ્ટરવિભાગના અધિકારીઓ સાથે સ્થિતીનો મેળવ્યો તાગ, તૈયારીઓની કરી સમીક્ષા : રાજયમાં પ્રિ-સાયકલોનીક એલર્ટ જાહેર કરાયું ગાંધીનગર : ગુજરાતમાં આગામી મહીને હીકા વાવાઝોડાંના ખતરાને ધ્યાનમાં રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં…Read More »

કોરોનાને કારણે કુંભારોને થઈ ગયો ફાયદો જ ફાયદો, આવું છે કંઈક કારણ

By | 31st May, 2020

ચંદીગઢ: છેલ્લા ઘણા સમયથી કોરોના સંકટનો સામનો કરી રહેલા લોકોએ સાથે ગરમીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. ચંદીગઢના તરનતારનમાં પારો 40 ડિગ્રી પાર થઈ ગયો છે. લોકો ગરમીથી છૂટકારો મેળવવા માટલા ખરીદી રહ્યાં છે, જેના કારણે માટલા બનાવતા કુંભારોને મોટો…Read More »

દર વર્ષે હજારોની સંખ્યામાં ધરતી સાથે ટકરાય છે ઉલ્કાપિંડ, આ વિસ્તારોમાં રહ્યું છે સૌથી વધુ જોખમ

By | 31st May, 2020

ન્યૂયોર્ક: પૃથ્વી પર દર વર્ષે 17 હજારથી વધુ ઉલ્કાપિંડ ટકરાતા હોય છે. તેમાં મોટાભાગના ઉલ્કાપિંડ ભૂમધ્ય રેખાની નજીકના વિસ્તારોમાં પડે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક વૈજ્ઞાનિક એન્ટાર્કટિકા એક રિસર્ચ માટે ગયા હતા. તેઓ સ્નોમોબાઈલથી એન્ટાર્કટિકામાં ફરી રહ્યાં હતા અને…Read More »

ગુજરાતીઓને દુકાનો ખોલવાની મોટી છૂટછાટ.. CM રૂપાણીનું એલાન

By | 31st May, 2020

દરેક દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ સચિવાલય, સરકારી ઓફિસો તમામ સ્ટાફ સોમવારથી નિયમોને આધીન શરૂ થશે: બેંકો પણ ફૂલ કેપેસિટીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ ચાલુ રહેશે હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ કેન્દ્ર…Read More »

લોકડાઉન 5 પર PM મોદી એ કરી ‘મન કી બાત’, વાંચો મોદીએ કહેલી 10 ખાસ વાત

By | 31st May, 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકડાઉનની વચ્ચે ત્રીજી વખત મન કી બાતના કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે કહ્યું અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ગયો છે, એવામાં હવે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે. બે ગજનું અંતર, માસ્ક પહેરવું તેમાં ઢીલ ચાલશે નહિ. આપણા દેશની વસ્તી ઘણા…Read More »

આગામી ૯-૧૨ મહિના કોરોનાની રસીની વાત જ ભૂલી જજો

By | 30th May, 2020

મેલબર્ન,નોબેલ પારિતોષિક વિજેતા પીટર ચાર્લ્સ ડોહર્ટીએ કોરોના સામેની લડાઈ સરકારો માટે આવનારા દિવસોમાં ખૂબ જ અઘરી બની રહેશે તેમ જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઈમ્યુનોલોજિસ્ટ પીટરના જણાવ્યા અનુસાર, ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશમાં લોકડાઉનમાં છૂટછાટ ચિંતાજનક છે. જોકે, સંપૂર્ણ લોકડાઉન સામાજીક અને આર્થિક…Read More »

કેન્દ્ર દ્વારા લોકડાઉન-5ની ગાઈડલાઈન કરાઈ જારી

By | 30th May, 2020

રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દેશભરમાં રહેશે કર્ફ્યુઃ આઠમી જૂન બાદ ધાર્મિક સંસ્થાઓ કરી શકાશે શરૂઃ સ્કૂલ, એજ્યુકેશનલ સંસ્થાઓ શરૂ કરવાનું રાજ્ય સરકારો પણ છોડાયુ લોક ડાઉન-4 પૂર્ણ થતા સરકાર દ્વારા પાંચમુ લોકડાઉન જાહેર કરાયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-5…Read More »

આગામી મહિનામાં સલાહકાર સમિતિ બનાવવાની ચર્ચા, તેના ચીફ તરીકે પૂર્વ PDP મંત્રી અલ્તાફ બુખારીનું નામ આગળ

By | 26th May, 2020


જમ્મુ-કાશ્મીરમાં આગામી મહિને એક સલાહકાર સમિતિની રચના કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ચર્ચા મુજબ, રાજ્યપાલ જીસી મુર્મુની આ સલાહકાર સમિતિમાં સભ્યો એ રાજકીય લોકો હશે, જેઓએ પહેલા ચૂંટણી જીતી છે.આ સમિતિની ભૂમિકા પ્રશાસન અને વ્યવસ્થાને સંભાળવાની રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પીડીપી મંત્રી અલ્તાફ બુખારીની નવી રાજકીય પાર્ટીથી સમિતિના સભ્યોની ચૂંટણી કરાશે. અલ્તાફે હાલમાં જ ‘અપની પાર્ટી’નામથી રાજકીય પાર્ટી લોન્ચ કરી છે.

સમિતિની રચના માટે બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે- સૂત્ર
જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019થી અનુચ્છેદ 370 હટાવ્યા પછી નવી દિલ્હી ઉપર રાજ્યમાં રાજકીય ગતિવિધીઓ કરવાનો આરોપ લાગી રહ્યો છે. કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના રાજનેતાઓની અટકાયત અને એકતરફી નિર્ણયોને લઈને પણ વિપક્ષના નિશાન ઉપર છે. એવામાં આ સમિતિની રચના દ્વારા એ સંદેશ આપવાની કાશિશ છે કે રાજ્યનું સાશન એવા લોકો સંભાળે છે જેઓને પહેલી ચૂટણીમાં લોકોએ ચૂટ્યા છે. આ સમિતિ વિશ્વસનીયતા પાછી લાવવા અને રાજકીય ગતિવિધિઓને તેજ કરવાનું કામ કરશે. સૂત્રો મુજબ સમિતિની રચના માટે વાતચીત સતત ચાલું છે, પરંતુ આ સમિતિને બનવામાં બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
અલ્તાફ બુખારીની ભૂમિકા અંગે સવાલ
જાણવા મળ્યું છે કે લોકડાઉન લાગુ કરાયા પછી એટલે કે લગભગ બે મહિનાથી અલ્તાફ બુખારી દિલ્હીમાં છે. વિશ્વનિય સૂત્રોના જણાવ્યા મુજબ બુખારી ઘણીવાર અમિત શાહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરની રાજનિતિ અને પોતાની પાર્ટીના રોલ અને વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા થઈ.

પરંતુ આ બધાની વચ્ચે વિશ્લેષકોની જેના ઉપર નજરે છે તે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અચાનક સોમવારે શ્રીનગરથી દિલ્હી પહોંચ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે કેન્દ્ર બુખારી અને અન્ય રાજનેતાઓને પોતાની તરફ કરવાની કોશિશ કરી રહ્યું છે. કારણ કે ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીને ભવિષ્યમાં કોઈ રાજકીય સમજૂતી કરતા અટકાવી શકાય.

વિશ્લેષકોનું માનવું છે કે અલ્તાફ બુખારી અને તેમના સાથીઓ માટે વિશ્વસનીયતા સ્થાપિત કરવાની સૌથી મોટો પડકાર હશે. અનુચ્છેદ 370 હટ્યા પછી બુખારીની પાર્ટીના લોન્ચિંગને ઘણા લોકોએ નવી દિલ્હી માટે વરદાન સમાન માની છે.પરંતુ આ પાર્ટીના સભ્યો સલાહકાર સમિતિમાં પોતાના રોલને સ્વીકાર કરશે તો તેના ઉપર બીજેપીનો થપ્પો લાગી જશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અલ્તાફે હાલમાં જ ‘અપની પાર્ટી’નામથી રાજકીય પાર્ટી લોન્ચ કરી છેબુખારી બે મહિનાથી દિલ્હીમાં, શ્રીનગર

1,45,680 કેસ, મૃત્યુઆંક-4,175: સંક્રમણથી મોતની ટકાવારી 2.87%, જે દુનિયાભરના દેશોની સરખામણીએ સૌથી ઓછી

By | 26th May, 2020


દેશભરમાં કોરોનાથી1,45,680 લોકો સંક્રમિત થયા છે અને4,174લોકોના મોત થયા છે. સાથે જ 60,706 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે 52,667 કેસ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 1,695 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 17,082 કેસ સામે આવ્યા છે અને 119 લોકોના મોત થયા છે. 14,468 સંક્રમિતો સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.દેશમાં સોમવારે 6414 સંક્રમિત વધ્યા હતા, 3012 લોકો સાજા પણ થયા હતા.જ્યારે 148 લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં 80 હજારથી વધારે લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં સોમવારે 3254 દર્દીઓનો વધારો થયો હતો. મંગળવારે આંધ્રપ્રદેશમાં 97, રાજસ્થાનમાં 76 અને મણિપુરમાં 3 દર્દી મળ્યા હતા. અન્ય 328 વધુ કેસ આવ્યા છે પણ આ દર્દીઓ કયા રાજ્યના છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ આંકડાઓcovid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.દેશમાં દર્દીઓનો આંકડો 1 લાખ 45 હજારને પાર કરી ગયો છે.સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર કરાયેલા અપડેટ પ્રમાણે, અત્યારે દેશમાં કુલ દર્દીઓનો આંકડો 1 લાખ 45 હજાર 380 છે, જેમાંથી 4 હજાર 167 લોકોના મોત થયા છે. જેથી 60 હજારથી વધારે લોકો સાજા થયા છે. દેશમાં વધતી કોરોનાની ગતિને કારણે 24 કલાકમાં કોરોનાના 6 હજાર 535 નવા કેસ સામે આવ્યા છે અને 146 લોકોના મોત થયા છે.
સંક્રમણથી મોતની ટકાવારી 2.87%, જે દુનિયાભરના દેશોની સરખામણીએ સૌથી ઓછીઃસ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશમાં કોરોના સંક્રમણની માહિતી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, કોરોનાના 60,490 દર્દી સાજા થયા છે. આપણો રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે. હવે એ પણ 41.61 ટકા છે. એક મેના રોજ રિકવરી રેટ 25.37 ટકા હતો. મોતની ટકાવારી પણ ભારતમાં અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછી છે. આ રેટ માત્ર 2.87 ટકા છે.

અગ્રવાલે વધુમાં કહ્યું કે, રોજ 1.1 લાખ સેમ્પલની તપાસ થઈ રહી છે. દેશમાં હાલ 612 લેબોરેટરી છે. જેમાં 430 સરકારી અને 182 પ્રાઈવેટ છે. અમે લેબ અને ટેસ્ટિંગની ક્ષમતા વધારી છે. કોરોનાના લક્ષણ વાળા દર્દીઓનો તાત્કાલિક ટેસ્ટ અને એસિમ્પ્ટોમિક દર્દીઓને હોમ ક્વૉરન્ટીન કરવા માટે રાજ્યોન માટે ગાઈડલાઈન જાહેર કરી ચુક્યા છીએ. સાથે જ અગ્રવાલે કહ્યું કે, દુનિયામાં પ્રતિ એક લાખની વસ્તીએ 4.4 લોકોના મોત થયા છે, જ્યારે ભારતમાં એક લાખ પર 0.3 મોત થયા છે. આ આંકડો દુનિયામાં સૌથી ઓછો છે. અને તેનું સૌથી મોટું કારણ લોકડાઉન છે.
કોરોના વચ્ચે કેરળમાં પરીક્ષાઓ શરૂ
કેરળમાં વોકેશનલ હાયર સેકેન્ડરી એક્ઝામિનેશન અને સેકેન્ડરી સ્કૂલ લીવિંગ સર્ટિફીકેટ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે.તિરુવનંતપુર એટલે કે વીએેચએસઈ અને એસએસએલસીની પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓને સોશિયલ જાળવીને લાઈનમાં ઊભા રાખ્યા હતા. પરીક્ષા હોલમાં પ્રવેશ પહેલા તાપમાન ચકાસવામાં આવ્યું હતુ.પરીક્ષા આપતા પહેલા તમામ વિદ્યાર્થીઓના હાથ પણ સેનેટાઈઝ કરાયા હતા.

અપડેટ્સ

  • મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 90 પોલીસકર્મી સંક્રમિત, સંક્રમિત પોલીસકર્મીઓનો આંકડો 1889એ પહોંચ્યો

  • દિલ્હી સરકારે યાત્રિઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે. અહીંયા આવનારા યાત્રિઓએ પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખવી પડશે. સંક્રમણના લક્ષણ નહીં હોય તો તમામ યાત્રિઓને 14 દિવસ માટે પોતે જ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.
  • એરપોર્ટ ઓથોરિટી અને નોન- શિડ્યુલ્ડ પ્રાઈવેટ ઓપરેટર્સને પણ વિમાન સેવા શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. જેમાં ફિક્સ્ડ વિંગ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સામેલ છે.
  • દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર ટ્રાફિક જામ થઈ ગયો છે. જો કે ગાઝિયાબાદ તંત્રએ ત્યાં વધતા કેસને ધ્યાનમાં રાખતા જિલ્લાની સરહદોને કડક રીતે સીલ કરી દીધી છે.

5 દિવસમાં સૌથી વધારે કેસ આવ્યા

તારીખ

કેસ
24 મે 7111
23 મે 6665
22 મે 6570
19 મે 6154
21 મે 6025

પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ6859- અહીંયા સોમવારે 194 નવા કેસ સામે આવ્યા અને 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃતકોનો આંકડો 300 થઈ ગયો છે. ઈન્દોરમાં 56, ભોપાલમાં 30, ઉજ્જૈનમાં 22, મુરૈનામાં 12, સાગર અને ગ્વાલિયરમાં 9-9, ખરગોનમાં 8 અને બુરહાનપુરમાં 7 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ52667 અહીંયા સોમવારે 2436 નવા સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં 60 દર્દીઓના મોત સાથે આ આંકડો 1695 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1186 સંક્રમિતો સાજા પણ થયા છે. મુંબઈ 1 હજારથી પણ વધારે મોત વાળું દેશનું એક માત્ર શહેર બની ગયું છે. અહીંયા કોરોના સંક્રમિતોના ફેફસાનો એક્સ રે કરવામાં આવશે. ચીનમાં પણ આ ટેકનીટક અપનાવવામાં આવી હતી.

આ તસવીર મુંબઈની છે. પ્રવાસી પોતાના રાજ્યમાં જવા માટે છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ6497- રાજ્યમાં સોમવારે 229 નવા દર્દી વધ્યા છે. અહીંયા કોરોનાથી 169 લોકોના સારવાર બાદ મોત થયા છે. 360 દર્દીઓ સાજા થયા છે. એટલે કે અત્યાર સુધી 56.6 ટકા દર્દી સાજા થયા છે 2668ની સારવાર ચાલી રહી છે.રાજસ્થાન, સંક્રમિતઃ7300- અહીંયા સોમવારે સંક્રમણના 272 કેસ સામે આવ્યા હતા. જેમાં પાલીમાં 50, સીકરમાં 44, જોધપુરમાં 47, નાગૌરમાં 48, જયપુરમાં 13, ચુરુમાં 17, ઉદેયપુરમાં 12 અને સિરોહીમાં 9 દર્દી મળ્યા હતા.

બિહાર, સંક્રમિતઃ 2737 અહીંયા સોમવારે 163 સંક્રમિત મળ્યા હતા. જેમાંથી સહરસામાં 21, બેગુસરાયમાં 17, દરભંગામાં 13,પટના, કટિહાર અને સીતામઢીમાં 11-11 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી બાજું વૈશાલી અને ઔરંગાબાદમાં 9-9 સંક્રમિત વધ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 733 લોકો સાજા થયા છે અને 13 લોકોના મોત થયા છે.

આ તસવીર પટનાની છે અહીંયા સોમવારે ગુજરાતથી આવેલા પ્રવાસી દાનપુર રેલવે સ્ટેશન જવા માટે બસમાં સવાર થઈ રહ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


coronavirus in india live news and updates of 26th may

શિવરાજ મંત્રીમંડળ વિસ્તારની તૈયારીઓ શરૂ, 31 મે પહેલા 22થી 24 કેબિનેટ અને રાજ્યમંત્રી શપથ લઇ શકે છે

By | 26th May, 2020


મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પહેલા મંત્રીમંડળ વિસ્તારને લઇને મંગળવારે ચર્ચા થવાની છે. મોડી સાંજે થનારી બેઠકમાં મુખ્યમંત્રી ચૌહાણ સિવાય ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા અને સંગઠન મહામંત્રી સુહાસ ભગત ઉપસ્થિત રહેશે. તેમાં સંભવિત નામોને અંતિમ રૂપ આપવા સાથે પ્રદેશ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે સાથે વાત કરીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને જાણકારી આપવામા આવશે. મુખ્યમંત્રી પોતે દિલ્હી આવીને વાત કરી શકે છે. મુખ્યમંત્રી ઇચ્છે છે કે મંત્રીમંડળ વિસ્તાર બાદ પણ 6થી 8 પદ ખાલી રાખવામા આવે જેમને પેટા ચૂંટણી બાદ ભરી શકાય છે. આ વિષયમાં કેન્દ્રીય સંગઠન સાથે વાત કરીને અંતિમ નિર્ણય લેવામા આવશે.મંત્રી પદ માટે દાવેદાર મનાતા નેતાઓ સાથે મુખ્યમંત્રી ચૌહાણની મુલાકાતનો દોર ચાલુ છે. બેઠકો વચ્ચે મુખ્યમંત્રીએ તેમને સંકેત આપ્યો છે કે 31 મે પહેલા મંત્રીમંડળનો વિસ્તાર થઇ શકે છે પરંતુ તેના માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સહમતિની જરૂર પડશે. રિપોર્ટ્સ પ્રમાણે મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા તેની પહેલ કરી શકે છે. પાર્ટીના સંકેત મળ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથ પેટાચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. અત્યારે શિવરાજ કેબિનેટમાં સિંધિયા જૂથમાંથી તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂતને જ મંત્રી બનાવવામા આવ્યા છે.

ભાજપમાં આ નામો પર ચર્ચા
ભાજપમાંથી મંત્રીમંડળમાં સામેલ થવા પર જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં ભૂપેન્દ્રસિંહ, ગોપાલ ભાર્ગવ, રામપાલસિંહ, યશોધરા રાજે સિંધિયા, અજય બિશ્નોઇ, ગૌરીશંકર બિસેન, સંજય પાઠક, વિશ્વાસ સારંગ, અરવિંદ ભદૌરિયા, વિજય શાહ, ઓમપ્રકાશ સકલેચા, જગદીશ દેવડા, યશપાલસિંહ સોસિદિયા, હરિશંકર ખટીક, પ્રદીપ લારિયા, પારસ જૈન, રમેશ મેંદોલા, ગોપીલાલ જાટવ, મોહન યાદવ અને સુરેન્દ્ર પટવાના નામ સામેલ છે.

સિંધિયા જૂથમાંથી આ નેતાઓને સ્થાન મળી શકે છે
શિવરાજ કેબિનેટ વિસ્તારમાં સિંધિયા જૂથમાંથી અન્ય ચહેરાઓને મંત્રી બનાવવામા આવી શકે છે. તેમાં પૂર્વ મંત્રી ઇમરતી દેવી, મહેન્દ્રસિંહ સિસોદિયા, પ્રદ્યુમનસિંહ તોમર, પ્રભુરામ ચૌધરી સામેલ છે. તે સિવાય એંદલસિંહ કંષાના, હરદીપસિંહ ડંગ, બિસાહુલાલસિંહ, રાજવર્ધનસિંહ દત્તીગાંવ અને રણવીર જાટવ પણ સંભવિતોની યાદીમા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shivraj cabinet area preparations begin, 22 to 24 cabinets and ministers of state may be sworn in before May 31

મીડિયાને વેચાઈ ગયેલું અને નહેરાની બદલીના ટ્વીટ મામલે અમદાવાદીઓની ઋત્વિજ અને પંકજ શુક્લાને સોશિયલ મીડિયામાં લપડાક

By | 26th May, 2020


ગુજરાતમાં કોરોનાના કેસમાં અને મોતમાં ઘટાડો ન થતા અને ટેસ્ટિંગ ઓછુ કરવાને લઇને જ્યાં સરકારની નીતિ-રીતી સામે સવાલો ઉભા થયા હતા. જેને લઇને ભાજપના નેતાઓ અને IT CELL મારફતે #StopTargetingGujarat ટ્રેન્ડ શરૂ કરાયો છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે મીડિયાને વેચાઈ ગઈ હોવાનું કહી ટ્વીટ કર્યું હતુ. IT CELLના કન્વીનર પંકજ શુક્લાએ પણ ટ્રેન્ડમાં વિજય નહેરાની બદલી અંગે સાચું શું છે અને ખોટું શું છે તેના દાવા-પ્રતિદાવા કરી દીધા હતા. ઋત્વિજ પટેલ અને પંકજ શુકલાના ટ્વીટ પર અમદાવાદીઓ પણ તેમને લપડાક આપી હતી.

ઋત્વિજ પટેલના યુ ટર્ન પર લોકોએ કર્યો ટ્વીટનો મારો
મીડિયો વેચાઈ ગઇ હોવાનું ટ્વીટ કર્યા બાદ ઠપકો મળતાં ઋત્વિજ પટેલે ટ્વીટ ડીલીટ મારી અને તેમની ટીમના વ્યક્તિએ ટ્વીટ કર્યું હોવાનું કહી બચાવની મુદ્રામાં આવી ગયા હતા. મીડિયાને વ્યક્તિગત સમ્માનપૂર્વક જોઉં છું કહી માફી માંગી હતી. લોકોએ ઋત્વિજ પટેલના યુ ટર્ન પર કહ્યું હતું કે સાહેબ, એક જ ટ્વીટ કોપી પેસ્ટ કરીને ફેલાવવાનો શું અર્થ? તર્કબદ્ધ રીતે સ્ટેટમેન્ટ આપીને પૂરું કરો અને અસફળ તો થયાં જ છો. તમારા નેતા વિજય નેહરા ઉપર જેમતે મ આક્ષેપો લગાવી રહ્યા છે, એ અધિકારી લોકોમાં પ્રિય છે. તમને શું મોઢું લઈને મત માંગવા જશો??

ઋત્વિજ પટેલને ટ્વીટ કરી જવાબ અપાયોથૂંકેલું ચાટવું એતો અમુક નેતાને જાણે ટેવ પડી છે..
આને કહેવાય થૂંકેલું ચાટવું
જન્મથી જ આવી ટેવ છે કે હમણાં હમણાં ની પડી !!

ભાજપ વાળાને થૂંકેલું ચાટવાની ટેવ છે , હવે જ્યારે તમામ પક્ષે નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે અને કૌભાંડો બાર આવી રહ્યા છે, ત્યારે વિપક્ષ અને મીડિયાને ટાર્ગેટ કરવા itcellના ચાટુકારોને આગળ કરી દીધા છે. તમામની tweet એક સમાન, એલા પેલા તમે ખુદ તો આત્મનિર્ભર બનો અને કંઈક લખતા શીખો. ઋત્વિજ પટેલને આવા ટ્વીટ કરી અને જવાબ આપ્યો હતો.

નહેરાની બદલી મુદ્દે પકંજ શુક્લને ટ્વીટ કરી જવાબ અપાયો
પંકજ શુક્લના વિજય નહેરાની બદલીના ટ્વીટ મામલે જવાબ આપ્યો હતો. એક અમદાવાદીએ તો કહી દીધું હતું કે પંકજ શુક્લા છે કોણ ? કેટલી વાર હોસ્પિટલની મુલાકાત લીધી છે ? કોવિડ 19 વિશે જાણે છે શું ? જ્યારે કેટલાકે કહ્યું હતું કે Idiocy at its best….અમદાવાદની જનતા બધું જાણે જ છે, તમારા કોર્પોરેટર કાબુમાં હોત તો અમે એક સારા મ્યુનિ. કમિશ્નરના ગુમાવ્યા હોત. બાકી તમારી કામગીરી અમદાવાદના લોકોની સામે આવી જ રહી છે.

નહેરાને હટાવવા પાછળની અસલીયત અમદાવાદ તો ઠીક આખું ગુજરાત જાણે છે, સાહેબ જે સજ્જડ સપોર્ટ ગુજરાત ભાજપ ને આપતાં ગયાં છે એના લીરા ના ઉડાવો.
વિજય નેહરા તમારી રાજનીતિ સામે અડગ ઉભા રહ્યા હતાં, એ બધાં જાણે જ છે.
આપના અમુક નેતાઓ સિવાય આખું #અમદાવાદ એમના કામથી ખુશ જ છે.મને આ ટ્વિટ જોઈ ને લાગે છે આ ભાઈ ભાજપના પપુ લાગે છે. કઈ પણ જાણ્યા વગર માર્કેટિંગ કરવા નીકળી ગયા છે ધ્યાન રાખકો વિજય નેહરા બોલશે તો તમારી ઉત્તરી જશે.

વિવાદ બાદ નેતાઓ ટ્વીટ ડીલીટ મારવા લાગ્યા

સરકાર કોરોનાને કાબુમાં ન લાવી શકતા બચાવ માટે મેદાનમાં ઉતરેલા ભાજપના નેતાઓએ ટ્વીટર પર સલાહ અને ટ્રેન્ડ ચલાવતા અમદાવાદીઓએ નેતાઓને જવાબ આપ્યો હતો. ગુજરાતને ટાર્ગેટ બનાવવાનું બંધ કરો. કોરોના વિશે માત્ર પોતે જ સાચા-ખોટાની માહિતી આપી રહ્યા હોય તેવા દાવા કરીને સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડ શરૂ કરાયો છે. જે વિવાદ બાદ નેતાઓ ટ્વીટ ડીલીટ મારવા લાગ્યા છે.

ભાજપ પ્રવક્તાએ બચાવમાં ફરી ઝંપલાવવું પડ્યું

આ મામલે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ બચાવમાં આવ્યા હતા. ગઈકાલે જ્યારે ઋત્વિજ પટેલ અને આખું ભાજપ IT CELL મીડિયાને વેચાઈ ગયેલું કહી અને ટ્વીટ કરતું હતું ત્યારે કોઈ કાંઈ બોલ્યું નહોતું. આનો મોટો વિવાદ થઈ ગયો પછી ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ નાછૂટકે ઝંપલાવવું પડ્યું હતું. જ્યારે ઋત્વિજ પટેલને ઠપકો મળ્યો અને ટ્વીટ ડીલીટ કર્યું ત્યારે તરત જ ભરત પંડ્યા ઋત્વિજ પટેલના બચાવમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આવું આ પહેલીવાર નથી થયું કે ભાજપના નેતાઓ બફાટ કર્યો હોય અને ભરત પંડ્યાએ તેમના બચાવમાં આવવું પડ્યું હોય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


People from ahmedabad anger on Ritwij and Pankaj Shukla on social media over tweets sold to media and nehra replacement

કરણ જોહરને 48 વર્ષે જવાની ફૂટી, પેઈડ પોસ્ટમાં વાળ રંગ્યા, કહ્યું- ‘મારાં છોકરાંવ મને ડોસો કહીને ખીજવતાં હતાં’

By | 26th May, 2020


કરણ જોહરનો 25 મેના રોજ 48મો જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસ પર કરણે પોતાના સફેદ વાળને કલર કર્યાં હતાં. કરણના મતે, તેના બંનેબાળકો તેને ઘરડો કહીને ચીડવતા હતાં. કરણે જે વીડિયો શૅર કર્યો છે, તે જાણીતી ડાય કંપની સાથેની પાર્ટનરશીપમાં શૅર કર્યો છે.

વીડિયોમાં શું કહ્યું કરણે?
કરણે વીડિયોમાંકહ્યું હતું, ‘મારા સફેદ વાળની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. મેં સોશિયલ મીડિયામાં અનેક કમેન્ટ્સ વાંચી હતી. કોઈકે મને કહ્યું હતું કે અંકલ, વાળ તો કલર કરી લો. તો અન્ય એકે કહ્યું હતું કે પિતા નહીં દાદાનો રોલ કરી લો. ત્યાં સુધી કે મને મારા બાળકો પણ ઘરડો કહીને બોલાવતા હતાં. આવામાં મેં મારા વાળ ઘરે જ કલર કરવાનો નિર્ણય લીધો હતો.’

લૉકડાઉનમાં પહેલી જ વાર સફેદ વાળ બતાવ્યા હતાં
લૉકડાઉનના થોડાં અઠવાડિયા બાદ કરણે સફેદ વાળ સાથેનો પોતાનો લુક સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. લૉકડાઉન હોવાને કારણે કરણ બહાર જઈને હેર કલર કરાવી શકે તેમ નહોતો. વરુણ ધવનના જન્મદિવસ પર ઈન્સ્ટા ચેટમાં એક્ટરે કરણને કહ્યું હતું કે તે બોન્ડ ફિલ્મનો વિલન જેવો લાગે છે.

ત્યારબાદ કરણે સેલ્ફી શૅર કરીને કહ્યું હતું, ‘મને ખબર છે કે મારી એક્ટિંગ હાલના કોરોનાવાઈરસ કરતાં પણ ખરાબ છે પરંતુ હું બીજીવાર તક લેવા ઈચ્છું છું. હું ફિલ્મમાં પિતાનો રોલ કરવા તૈયાર છું.’ આ પોસ્ટ બાદ એકતા કપૂરે મજાકમાં કરણને ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં મિસ્ટર બજાજનો રોલ ઓફર કર્યો હતો.

કરણના બર્થડે પર જ બે સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ
કરણના બર્થડે પર એટલે કે 25 મેના રોજ તેના સ્ટાફમાંથી બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતાં. કરણ, તેની માતા હિરુ જોહર, તેના બંને બાળકો (યશ-રૂહી) તથા ઘરના અન્ય સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કરણે ઘરને સેનિટાઈઝ કરાવ્યું હતું. તે ઘરમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહેશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Karan Johar, 48, dyed his hair in a paid post and said, “My kids used to calling me buddha