By | 3rd April, 2021
હવે..એરપોર્ટને પણ અંજારનું પાટીયું..!

શિણાય ડેમનો મુદ્દો મે ઉકેલ્યોની ‘બેં..બેં..કરતી બકરી’ સામે વધુ એક સવાલ

કરોડોની આવક ગાંધીધામ-કંડલા સંકુલમાંથી અને પીજીવીસીએલનું મથક અંજારમાં, ટ્રાન્સપોર્ટેશનો ધમધમાટ કંડલા બંદર થકી ગાંધીધામમાં અને કચેરી અંજાર સ્થપાઈ, ખનીજવિભાગની કચેરી તો અંજાર, નેશનલ હાઈવેના કરોડોના કામો કચ્છમાં, અનેકવિધ રીતે સ્થાનિકે કનડગતો છતાં આદિપુરમાં રહેલી કચેરી પાલનપુર ખસેડાઈ ગઈ અને ગાંધીધામના સક્રીય-સતર્ક-જાગૃત-દોડતાં રાજકારણી કેમ જોતાં જ રહ્યા..? જાણકારોનો મસમોટો ટોણો..

ખાટલે મોટી ખોટ : દારૂ-તેલચોરીના અડ્ડાઓની ખબર પડે છે, ને વચેટીયા હપ્તા લેવા પહોંચી જાય છે પરંતુ આવા બધુ બની રહ્યું છે તે આવા બની બેઠેલ રાજકારણીને કેમ નજરે નથી ચડતું..?

આ બધુ તો ગયું..ગયું..જ.. હવે કંડલા વીમાની મથક તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત એરપોર્ટને પણ અંજાર વિમાનીમથકના પાટીયાઓ સાથે ઝુલતા દેખાયા.!.આ બાબતે તો રાજકારણી ગાંધીધામ-કંડલા મથકની પ્રજાની આશા – અપેક્ષાઓમાં ખરા ઉતરી દેખાડે…, શહેરમાં ચોતરફ દબાણ, ગંદકી, સ્વચ્છતાનો અભાવ, ટ્રાફીકજામ, પાણીનો કકડાટ..કદાચ ન ઉકેલાઈ શકાય..પણ હવે જો જો કયાંક.. એરપોર્ટનુ નામ પણ કંડલાથી ખસીને અંજાર ન થઈ જાય..!

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર અને મીની મુંબઈ તથા લઘુ ભારતની ઉપમા ધરાવતા ગાંધીધામ-કંડલા સંકુલને હાલના સમયે જાણે કે મજબુત નેતૃત્વના અભાવનો ખટકો સતાવી રહ્યો હોય તેવી રીતે ગાંધીધામ સંકુલ જોતુ જ રહ્યુ છે અને વિવિધ મહત્વપૂર્ણ કચેરીઓ અને સેવાઓ અંજાર તરફ સરકતી રહેતી હોય તેમ દેખાતું હોવાનો કચવાટ અહીની પ્રબુદ્ધપ્રજા અનુભવી રહી છે. ગાંધીધામ સંકુલ કંડલા બંદર તથા અન્ય આનુસંગીક મહાકાય ઔદ્યોગીક એકમો થકી રાજય અને કેન્દ્ર સરકારની તિજોરીમાં એટલે કે આર્થીક રીતે મોટાપાયે યોગદાન આપતું જ રહે છે તેમ છતા પણ પાછલા અમુક સમયમાં જાણે કે, અહીના પ્રજાકીય પ્રતિનિધિ એક યા બીજા કારણોસર બેઅસરકારક બનતા હોય તેવી લાગણીઓ પ્રવર્તી રહી છે. આ સંકુલમાં વીજવપરાશ સૌથી વીશેષ, આવક તંત્રને અહીથી મોટી છતા પીજીવીસીએલ કચેરી પૂર્વ કચ્છનુ મથન અંજાર બનાવાઈ દેવાયુ, ટ્રાન્સપોર્ટેશનને લઈને અહી સોથી મોટેા ધમધમાટ છતા પણ પૂર્વ કચ્છ આરટીઓ કચેરી અંજારને આપી દેવાઈ, ગાંધીધામમાંથી મહત્વપૂર્ણ અદાલતો પણ અંજાર તબદીલ થવા પામી ગઈ છે, નેશનલ હાઈવે ઓથોરીટીના કચ્છમાં કરોડોના કામો અને આડેધડ કનડગતો રહેતી હોવા છતા પણ આ કચેરી અહીથી પાલનપુર ખસેડી દેવામા આવી અને જાણે કે અહીના રાજકારણીઓ બેઠકો યોજી રજુઆતો કરી છેની જ નીતીરીતીઓમાં રાચતા રહ્યા અને એટલે જ જાણકારો ટોણા સાથે કહી રહ્યા છે કે, સ્થાનિકનાઓ જોતા રહ્યા અને મહત્વપૂર્ણ કચેરીઓ અહીથી સરકી જવા પામી ગઈ છે.

એક પછી એક અનેક કચેરીઓ અહીથી સ્થળાંતરીક કરી દેવાઈ તો ગાંધીધામના રાજકારણીને કે જેઓ ખુદ જાગૃત, મહેનતકશ, સક્રીય છે અને પ્રજાહિતના કામો માટે સદાય દોડતા જ રહે છે તેઓને આ બધી જ હલચલ બાબતે કંઈ જ ખબર શુદ્વા ન હોતી કે કેમ? તેવા સવાલોની સાથે જ પ્રબુદ્ધવગ કહી રહ્યો છે કે, આ તો તમામ કચેરીઓ ગઈ તે ગઈ જ, અને હવે ગાંધીધામના જ આ કચેરીઓના સલગ્ન લાભાર્થીઓને અંજારના ફેરાઓની ફરજ પડી જ રહી છે પરંતુ હવે કંડલા વિમાની મથકને પણ અંજાર એરપોર્ટના નામો આપી દેવાયા છે અને તેના પાટીયાઓ પણ ઠેર ઠેર લગાવી દેવાયા છે. ગાંધીધામ ગળપાદર બ્રીજ પાસે અને અંજારમાં આશા બા કાંટા પાસેના બ્રીજ પાસે પણ અંજાર એરપોર્ટ દર્શાવતા સાઈન સાથેના પાટીયાઓ લગાડી દેવામા આવ્યા છે. તો જાણકારો હવે સવાલ કરી રહ્યા છે કે, આટઆટલુ તો હાથમાંથી સરકી ગયુ, હવે એરપોર્ટ પર અંજારના નામે ચડાવી દેવાની પેરવી થઈ રહી છે, તો શુ ગાંધીધામના આ રાજકારણીને આ દેખાતુ જ નથી કે કેમ? કંડલા વિમાનીથમક ન માત્ર કચ્છ -ગુજરાત બલ્કે દેશ-વિદેશમાં પ્રખ્યાત રહ્યુ છે. રેલવેની ટીકીટોની ખરીદી કરો અને તેમા પણ ગાંધીધામ કહો તો ટીકીટ બુક કરનારાને ફાંફા મારવાની સ્થીતી આવી જતી હોય છે, પણ કંડલા કહો તો તરત જ મળી જતી હોય છે. આવામાં કંડલા વીમાનીમથકને હવે અંજારનુ નામ આપી દેવાનો પેતંરો ખુલ્લીને થઈ રહ્યો છે છતા પણ રાજકારણીને કયાંય આ બાબતે અવાજ ઉઠાવતા કે રજુઆત કરતા દેખાયા ન હોવાથી લોકોના અંગુલીનિર્દેશ વધી રહ્યા હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા તો નાગર વિમાનમથક-કંડલા નાગર વિમાનક્ષેત્ર-સિવિલ એરોડ્રામ કંડલાનુ નામ અપયોલ છે તો પછી તેમાં પી.ઓ.અંજાર-કચ્છ લગાડીને પાટીયાઓ ઝૂલાવે છે કોણ? શા માટે આ બાબતે રાજકારણી જાગૃત બનીને મધ્યસ્થી કરતા કયાય દેખાયા નથી?પ્રબુદ્વવર્ગ તો એમ પણ કહે છે કે, સબ રજીસ્ટ્રાર કચેરી કે જેમાથી ગાંધીધામ સંકુલ દ્વારા કરોડોની આવક અપાઈ રહી છે. ગાંધીધામની જમીનોના ભાવો સૌ કેાઈ જાણે છે કે, આસમાનને આંબતા રહ્યા છે. તે કચેરીમાં મોટાભાગે વયોવૃદ્ધ લોકોએ જ સહીઓ કરવા જવાની ફરજ પડતી હોય છે પરંતુ આ કચેરીમાં આવતા લાભાર્થીઓ માટે કોઈ વ્યવસ્થા છે ખરી? બેસવા ઉઠવા કે પાણીની પણ કોઈ ગોઠવણીઓ કરાઈ છે ખરી? આ અંગે ગાંધીધામના રાજકારણી ખુદ કયારે આ કચેરીની જાત મુલાકાત લીધી છે ખરી? તેઓને આવી કચેરીઓમાં પણ આંટો મારી આવી, જે લોકોએ ખોબલે ખોબલે મતો આપ્યા છે તેઓને પડતી હાલાકીથી વાકેફ થઈને તેના નિકાલ માટેના પ્રયાસો કર્યા છે ખરો? જો નહી તો કેમ? આવા સવાલો સાથેનો ગણગણાટ પણ હવે સંકુલમાં વધી રહ્યો છે.

Read More Updates…

Rishabh Pant being considered for India captaincy in future will not surprise me: Mohammad Azharuddin

Rapamycin drug may treat COVID-19 patients: Experts

શાહરૂખ ખાનથી લઈને આમિર ખાન સુધી, પોતાની પહેલી કમાઈથી આ સિતારાઓએ ખરીદી હતી આવી ચીજ વસ્તુઓ…

Statue of Unity ticket sale fraud: Rs.5.24 crore siphoned off by cash collection agency employees, FIR lodged

‘દૃશ્યમ 2’ સાત વર્ષ પછી આવી:સાઉથમાં વધુ વજન ધરાવતા એક્ટર્સનો દબદબો કેમ? જવાબમાં મોહનલાલે કહ્યું, ‘અહીંયા પર્સનાલિટીથી વધારે પર્ફોર્મન્સ જોવામાં આવે છે’