
કોરોનાની વેક્સીનની રાહ તો વિશ્વના બધા દેશો જોઈ રહ્યા છે.ભારતમાં પણ 3 અલગ અલગ દવાઓ પર કામ થઈ રહ્યું છે ત્યારે આજકાલ વ્હોટ્સપ પર એક મેસજ વાયુવેગે વહી રહ્યા છે.
શું છે તેની સત્યતા એ બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે એક #WhatsApp ફોરવર્ડ મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે ભારતમાં ‘કોરોના રસી’ લોંચ કરવામાં આવી છે
અને લોકોએ ‘વેક્સીન એપ’ ડાઉનલોડ કરીને તેના માટે નોંધણી કરાવી રહ્યાં છે.આ દાવો તદ્દન ખોટો છે.