
કોવિદ -૧૯
કોવિદ એટલે શું અને તે ૧૯થી જ કેમ ઓળખાય છે એ ખબર નથી, ૧૯- ના બદલે બીજો આંકડો કેમ આપવા માં નથી આવ્યો એ પણ ખબર નથી, એની પાછળ કોઈ ટેકનોલોજી કે ટેકનીકલ કારણ કે કોઈ સાયંસ હશેજ પણ આપણ ને ખબર નથી. પણ આપણ ને ખબર ન હોય એટલે શું એને ઇગ્નોર કરી શકાય..?કોરોના એટલે કે કોવિદ ૧૯ વિષે ખરેખર તો કોઈ જ વધુ જાણતા નથી. આ એક નવા પકાર નો નવા લક્ષણો વાળો રોગ આવ્યો છે, આજ સુધી આટલો વિશ્વવ્યાપી રોગચાળો જગતે જોયો નહિ હોય, આપણા સદભાગ્યે કે દુર્ભાગ્યે આ નવા પ્રકાર નો રોગ આપણ ને જોવા મળ્યો છે, તેની હજી કોઈ દવા નથી, કે નથી કોઈ સારવાર..! ડોકટરો સારવાર આપ્યે જાય છે અને એમ પણ કહેતા જાય છે કે આ રોગ ની દવા હજી શોધાઈ નથી, જો દવા શોધાઈ જ ન હોય તો હોસ્પિટલો માં શામાટે દાખલ કરવા માં આવે હ્હે,,..? મોટા મોટા બીલો શાના બને છે ..?રૂમ ચાર્જ ના..?એક વ્યાપક રોગ ની દવા જો ન શોધી શકાતી હોય તો ચંદ્ર ઉપર કે મંગલ ઉપર જવા નો શો ફાયદો..? કે મેટ્રો ટ્રેન બનાવવા પાછળ પૈસા ખર્ચવા નો શું અર્થ છે..? આટલા વ્યાપક પ્રમાણ માં આજ સુધી કોઈ રોગ નહિ ફેલાયો હોય, જીવન ની એક સદી ની નજીક તો પહોંચવા આવ્યા, દવા વગર નો આવો વ્યાપક રોગ કદી જોવા માં આવ્યો નથી, રોજે રોજ તેના વિકટીમ બનેલા ના આંકડા, મૃત્યુ પામેલા ઓ ના આંકડા, સાજા થયેલો ના આંકડા એ બધું શામાટે છે..?એ જાણી ને સામાન્ય નાગરીકો ને શું કામ છે..? દવા શોધો, લોકો ને મરતા બચાવવા માટે કઈક કરો,રોજે રોજ આંકડા દર્શાવી ને શું સાબિત કરવા માંગતા હશે..? આમ ભય ફેલાવવા નું શું કારણ છે..?
માસ્ક પહેરવા ની સલાહો અપાય છે, તે ન પહેર્યું હોય તો મોટી રકમ નો દંડ કરવા માં આવે છે, એક ગરીબ રિક્ષ વાળો કે ઘરનોકર માસ્ક ન પહેરે તો એક હજાર રૂપિયા દંડ કરવા માં આવે છે, અને માસ્ક પહેર્યા પછી પણ રોગ નો ચેપ નહિ લાગે એવી કોઈ ગેરંટી નથી આપવા માં આવતી. બીજી તરફ રાજકીય રેલીઓ માં, સભા સરઘસો માં, ચૂંટણી ના મતદાન વખતે માસ્ક કે સોશિયલ ડીસટનસીંગ નું ધ્યાન રાખવા ની જરૂર જણાતી નથી. જો માસ્ક ન પહેરવા થી રોગ થતો હોય તો આવા મહાજનો કેમ માસ્ક વિના ફરે છે..? કે પછી માસ્ક નો એક નવો ધંધોજ શરુ થયો છે..? બધેજ માસ્ક પહેરવા નું ફરજીયાત હોય તો માસ્ક ન પહેરનારા કેમ વધુ દેખાય છે..?કે પછી આ એક ભય આતંક ફેલાવવા નું આયોજન જ છે..? ગરીબ ને દંડ અને અમીર ને કે નેતાઓ ને , રાજકારણીઓ ને માસ્ક વિના ફરવા ની છૂટ..! આવું કઈ રીતે ચાલે..? અને આમાં કોરોના કઈ રીતે કાબુ માં આવે..?’ શાક વાળો કે રિક્ક્ષા વાળો કોરોના ફેલાવતો હોય તો મોટા નેતાઓ થી ન ફેલાય..?એવી સમજુતી છે કોરોના સાથે..?કે અમે માસ્ક ન પહેરીએ તો પણ અમને રોગ ન થવો જોઈએ.!બાકી સામાન્ય પ્રજાજન ઉપર જે કરવું હોય તે કરી શકે છે.!
આપણા લોકો પણ આ પ્રકાર ના રોગ થી ટેવાયેલા નથી, એટલે તેની ગંભીરતા નો ખ્યાલ આવતો નથી. અને જો ગંભીરતા રાખવાનીજ હોય તો બધા એ જ રાખવી જોઈએ, તમે આખો દિવસ માસ્ક પહેરી ને ફરો પણ માસ્ક ન પહેરનારો તમારી બાજુમાંજ આવી ઉભો રહે તો તમને ચેપ લાગવાનોજ છે, એનુશું કરશો..? માસ્ક બધેજ ફરજીયાત પહેરવું જોઈએ એવો કાયદો હોય તો તેનો અમલ કડક પણે થવો જોઈએ, પછી માસ્ક વિના નો માણસ મંત્રી હોય કે શાકવાળો. બંને ને સરખોજ દંડ થવો જોઈએ.
દંડ નું પણ એક રાજકારણ હોય છે, આપણા દેશ માં પબ્લિક કે પોલીસ બધાજ લાંચ લઇ કે આપી ને છૂટી જનારા છીએ.એટલે આ રીતે છૂટી જનારા કેટલાયે હશે એમ માની શકાય, લોકો હજી જાહેર માં થુંકે છે, માસ્ક નાક ઉપર નથી પહેરાત, અથવા દાઢી એ લટકાવી રાખતા હોય છે, પોલીસ કેટલા ને પકડે..?ઝડપભેર સ્કુટર ઉપર માસ્ક પહેર્યા વિના ભાગનાર ને પોલીસ કેવી રીતે પકડે..? રસ્તા ઉપર થૂક ની પિચકારી મારનાર ઝડપી વાહન ઉપર હોય તો તેને કેવી રીતે પકડવો..? અને દંડ ની રકમ તેની પાસે ન હોય તો તેના ઉપર શું એક્શન લેવા..? એવી કોઈ સ્પષ્ટતા નથી.
આવો વ્યાપક રોગ જ પ્રથમ વાર જોયો છે, એટલે તેની સામે કેવી રીતે સાવધાની રાખવી એ હજી ચોક્કસ પણે નક્કી થતું નથી. એટલે કાયદા નો અમલ થાય છે એવું દર્શાવવા માટે કેટલાક નો દંડ કરવા માં આવે છે તો કેટલાક ને જવા પણ દેવાય છે.કઈ રીતે જવા દેવાય છે એ પાછો અલગ પ્રશ્ન છે.
મારી માન્યતા મુજબ તો આ કોઈ રોગ નથી પણ એલિયન દ્વારા ફેલાયેલું યુદ્ધ છે, એલિયન કાઈ ફિલ્મો માં બતાવવા માં આવે છે એવા હોય એ જરૂરી નથી, એ કોરોના જેવા કે ચીકનગુનિયા ના વાયરસ જેવા પણ હોઈ શકે, એક મહત્વ નું તારણ તો એ પણ છે કે કોરોના પશુપક્ષીઓ ને લાગતો નથી, કોઈ ગાય, કે કુતરો. કે વાઘ, હાથી કે ખિસકોલી ને કોરોના થતો નથી એનો અર્થજ એ કે આ હુમલો માત્ર મનુષ્યો ઉપરંજ કરવા માં આવ્યોછે, જોચેપી હોય તો અન્ય જીવો ને કેમ ચેપ લાગતો નથી..? કારણ એ કે માત્ર મનુષ્યો નેજ મારવા નો પ્લાન યોજવા માં આવ્યો છે. અને મનુષ્યો મરી પણ રહ્યા છે, માસ્ક પહેરવા છતાં જેમને સંક્રમણ લાગતું હોય તો શું કરવું એ પ્રશ્ન છે, લોકો પાસે થી દંડ વસુલાવો એ રોગ સામે લડવા ની નીતિ ન હોઈ શકે. દંડ વાસુલાવો એ કોરોના ણે રોકવા નો ઉપાય નથી, દંડ લેશો તો પણ જેને થવાનો છે એને થવા નોજ છે, માટે પબ્લિક એજ્યુકેશન એજ જરૂરી છે, લોકો ને સમજાવો,પ્રચાર કરો, ન માને તો તેને અઈસોલેટ કરી દો, અને જ્યાં સુધી નિયમ નું પાલન કરવા નું કબુલે નહી ત્યાં સુધી અઈસોલેટ જ રહેવા
દો,દંડ વાસુલાવો એ યોગ્ય માર્ગ નથી, દંડ ભારે એટલે તેને લાગેલા વાયરસો નાશ પામવા ના નથી, દંડ નો બીજો ઉપયોગ આપણા દેશ માં શક્ય છે, જેમ દરેક પ્રતિબંધો રુશ્વતખોરી ને ઉતેજન આપે છે તેમ આવા દંડ પણ એવુજ કામ કરે છે, વસુલ કરેલ દંડ ના આંકડા ગર્વ ભેર છાપા માં આપવા માં આવે છે, એનાથી સરકા ણે આવક મળે છે, અમલ કરનારાઓ પણ માફ કરવા ની કીમત નહિ લેતા હોય એવું આપણા દેશ માં માની શકાતું નથી, કારણ એ આપણું કલ્ચર છે, જેની પાસે સત્તા છે એને નમસ્કાર કરવા જ પડે છે, એ તો છેક રાજાઓ ના વખત થી ચાલ્યું આવે છે, અમલદારો બીજી આવક ન લાવે તો જ્ઞાતિ સમાજ માં તેનું સારું દેખાતું નથી. એક સામાન્ય માન્યતા હોય છે કે સતા હોય તોયે ઘર નું સાજુ ન કરો તો એ સત્તા શું કામ ની,,?આમ સરકારી પ્રતિબંધો અમલદારો માટે એક આવક નું સાધન થઇ પડે છે.
એટલેજ કોરોના કાબુ માં આવતો નથી એમ કહી શકાય. અમલ રોગ સામે લડવા માટે નથી કરવા માં આવતો પણ પબ્લિક ઉપર છાકો પાડવા માટેકરવા માં આવે છે,એ મ ન હોય તો આટલી ભેળસેળ,નકલી દ્રવ્યો નું વેચાણ, કેવી રીતે ચાલી શકે..?એકાદ કિસ્સો પકડે એટલે અમલદારો ને આપેલ ટાર્ગેટ પૂરો થઇ જાય, પછી માસ્ક ન પહેરનાર ને , કે થુકનાર ને કે ખૂલ્લા મોઢે છીંક ખાનાર ને કોણ સજા કરવા નવરું હોય છે..?
યુવાન વર્ગ હંમેશા બળવો કરવા માં માનતો હોય છે, માસ્ક ની પરવા કર્યા વગર બહાર નીકળતા, ડીસ્ટનસ જાળવ્યા વિના એકત્ર થનારા યુવાઓ તેમની ખુમારી માં કોઈ નું સાંભળવા તૈયાર નથી હોતા, પછી એમના થકીજ એમના ઘરો માં કોરોના પ્રવેશી જાય છે, અને માંદા કે ઓછી ઈમ્યુંનીટી વાળા વડીલો કારણ વગર ભોગ બને છે.માટે આ નવા વાઇરસ ને જ્યાં સુધી સમજી ન લેવાય ત્યાં સુધી બધાએ સાવધાની રાખવી જોઈએ,
કોરોના વિશે કોઈ ને બહુ જાણકારી નથી હોતી, કારણ આ રોગજ નવો છે, તે અન્તરિક્ષ માંથી આવ્યો હોય કે ચીન જેવા દેશે ફેલાવ્યો હોય, તેની દવા શોધી નથી એ હકીકત છે, દવાઓ, ઉકાળા, કાઢાં , વિટામીન સી, વ્યાયામ,તુલસી, ફુદીના, આયુર્વેદ, રસીઓ , જાત જાત ની ગોળી ઓ, વરાળ નો નાસ, આમાં થી શું કારગત છે એ કોઈ ચોક્કસ પણે કહી શકતું નથી. કેટલાક એવું પણ માનતા હોય છે કે કોરોના જેવું કસું છે નહિ, માત્ર મલ્ટીનેશનલ કંપનીઓ એ કમાવા માટે એક આતંક ફેલાવ્યો છે, અથવા કોઈ દુશ્મન દેશે જગત નું અર્થતંત્ર ઉપર કાબુ મેળવવા આ તુત ચલાવ્યું છે. આમાં થી કોઈ પણ વાત ને તાર્કિક સપોર્ટ નથી, કોનું માનવું..?કોરોના કયા મહિના પછી નાબુદ થશે એવી આગાહીઓ પણ થવા લાગી છે, આ બધા નું કારણ એ છે કે આ વાઇરસ તદ્દન નવો છે, ઇન્ટેલીજ્ન્ટ પણ છે, તે વારંવાર પોતાના લક્ષણો બદલતો રહે છે, એટલે એક વખત કોરોના થઇ ગયા પછી બીજી વખત નહિ થાય એવી માન્યતા પણ ખોટી ઠરે છે,
આ સામાન્ય રોગચાળો નથી લાગતો, પણ મનુંષ્ય જાતી ઉપર કોઈએ કરેલ એક જીવલેણ આક્રમણ છે,આની સામે લડવા માટે નું એક અંતરરાષ્ટ્રીય તંત્ર યુદ્ધ ના ધોરણે ઉભું થવું જોઈ એ,લોક્ ડાઉન અને અનલોક ના નંબરો ગણવા થી વધુ ફાયદો નહિ થાય, માસ્ક અને સેનેતાઈઝર પણ કાયમી ઉપાય નથી એ સમજવું જોઇશે. અને દંડ તો પડતા ઉપર પાટુ જેવી યોજના છે.
Article by સુરેશચંદ્ર શેઠ, અમદાવાદ