By | 29th August, 2020

ર.૭ર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો : પાંચ ચોરીની કબુલાત અપાઈ

માંડવી : માંડવી પોલીસે એટીએમ ચોરીના બે રીઢા ગુનેગારને પકડી પાડ્યા હતા. જેઓ પાસેથી ર.૭ર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોપીઓએ પાંચ ચોરીની ઘટનાની કબુલાત આપી હતી. મળતી માહિતી મુજબ પોલીસે મુન્દ્રાના મોટા કાંડાગરાના જુમા રમજુ લુહાર અને નરેન્દ્રસિંહ નારણજી મોડ (જાડેજા)ની ધરપકડ કરી છે. બિદડા કેડીસીસી બેંકમાં થયેલી ચોરી, નાની ખાખર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને મુન્દ્રાના સમાઘોઘા એટીએમમાં થયેલા ચોરીના પ્રયાસના આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. સીસીટીવી ફુટેજના આધારે એકટીવા પર સવાર આ બંને શખ્સોને નાની ખાખર રોડ પરથી ઝડપી લેવાયા હતા. આરોપી પાસેથી સ્વીફટ ગાડી, એકટીવા, એટીએમ તોડવાના સાધનો મળી ર.૭ર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આરોપીએ ગાંધીધામ-કંડલા રોડ પર તાડપત્રીની દુકાનમાંથી ઝંડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી છે. આરોપી જુમા રમજુ લુહાર અગાઉ મુન્દ્રા પોલીસ ચોપડે ચઢી ચૂકયો છે. રીઢા ગુનેગારો ઝડપાઈ જતા પોલીસને મહત્વની સફળતા મળી છે.