By | 29th August, 2020

અંજાર : શહેરના કળશ સર્કલ નજીક બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. જુની અદાવતના મનદુઃખે હુમલો કરતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હુશેન ઈસ્માઈલશા શેખ (ઉ.વ.૩૦) (રહે. શેખ ટીંબો, મસ્જીદની બાજુમાં અંજાર) એ મામદ હનીફ ભચલશા શેખ તેમજ ઈસ્માઈલશા ભચલશા શેખ વિરૂચ્ચ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીના સાહેદ સુલમાને અગાઉના ઝઘડામાં નોંધાવેલી ફરિયાદના મનદુઃખે આરોપીઓએ ફરિયાદીના હાથમાં છરી મારી હતી. તેમજ ગાળાગાળી કરી સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવને પગલે અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ નમ્રતાબેન ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.