By | 26th June, 2020

મુંબઈમાં’ લગભગ 19પ મહાપાલિકા માર્કેટોની તમામ દુકાનો ગુરુવારથી ખૂલી ગઈ હતી. નવી નિયમાવલી પ્રમાણે એક લાઈનની દુકાનો એક દિવસ અને બીજી લાઈનની દુકાનો બીજા દિવસે ખોલી શકાશે. બજારની એન્ટ્રી પર સલામતી રક્ષકો ગ્રાહકોનું સ્કાનિંગ કરશે તેમ જ માર્કેટમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવામાં આવશે. આમાંની કેટલીક માર્કેટો એક કે બે માળની ઈમારતોમાં’ છે.’
‘એપ્રિલમાં દાદર, ભાયખલા અને બોરીવલીની માર્કેટોમાં ભારે ભીડ થતાં એ માર્કેટો બંધ કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં મિશન બીગિન અગેઈન હેઠળ આ તમામ માર્કેટોમાંની જીવનાવશ્યક ચીજો વેચતી દુકાનો ખોલવાની પરવાનગી અપાઈ હતી. હવે બધી દુકોનો ખૂલી રહેશે.’

આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (માર્કેટ) મૃદુલા અંડેએ કહ્યું હતું કે સ્કાનિંગ કર્યા બાદ ગ્રાહકોને પ્રવેશ અપાશે અને અંદર શૉપ ઓનર્સ ઍસોસિયેશનો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવશે. દુકાનોમાં મર્યાદિત કર્મચારીઓ રાખી શકાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્કેટમાં કેવી ભીડ થાય છે તેનો અમે અભ્યાસ કરીશું’ અને બધી દુકાનો ખૂલી રહે તો કેટલી ભીડ થાય છે તે અમે જોઈને પછી આગળનો નિર્ણય લઈશું. દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે દાદર ખાતેની છ માળની હૉકર્સ પ્લાઝા જેવી બહુમાળી માર્કેટો હજી બંધ જ રહેશે.
જી- ઉત્તર વૉર્ડના સહાયક મ્યુનિસિપલ કમિશનર કિરણ દિગાવકરે જણાવ્યું હતું કે પાલિકાની માર્કેટોમાં જીવનાવશ્યક ચીજોની દુકાનો તો 10 દિવસ પહેલાં ખૂલી ગઈ હતી. હવે બધી દુકાનો ખૂલી રહેશે.’