By | 10th June, 2020
vehicle news and updates rto registration puc certificate fact checker india

કેન્દ્ર સરકારે દેશના કરોડો વાહન ચાલકોને વધુ એક વખત રાહત આપી છે. સરકારે લાયસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન અને ફીટનેસ સર્ટિફિકેટની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. લોકડાઉન દરમ્યાન આ દસ્તાવેજો રીન્યુ ન થઈ શક્યા હોવાથી કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર અને હાઈવે મંત્રાલય દ્વારા આ નિર્ણય કરાયો છે. કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીની જાહેરાત પછી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઇઝરી જારી કરીને વાહનોની દસ્તાવેજોની મુદ્દત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવાની જાણ કરાઈ છે.

આ પહેલા ૩૦ માર્ચના રોજ આ દસ્તાવેજોની મુદ્દત ૩૦ જૂન સુધી વધારાઈ હતી અને જણાવ્યું હતુ કે ૧ ફેબુ્રઆરી, ૨૦૨૦થી ૩૧ મે, ૨૦૨૦ દરમિયાન એક્સપાયર થઇ રહેલા વાહનોના દસ્તાવેજોની મુદ્દત ૩૦ જૂન સુધી લંબાવાઈ છે. હવે સરકારે તેને વધુ ત્રણ મહિના લંબાવી છે. આ ઉપરાંત ૨૧ મેના રોજ સેન્ટ્રલ મોટર વેહિકલ્સ રૂલ્સ, ૧૯૮૯ના નિયમ ૩૨ અથવા નિયમ ૮૧ હેઠળ ફીની વેલિડિટી અને એડિશનલ ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો હતો.