By | 9th June, 2020

 • શાહે કહ્યું કે- ભલે ભાજપને દેશભરમાંથી 300થી વધારે સીટો મળી પણ અમારા જેવા કાર્યકર્તાઓ માટે બંગાળની 18 બેઠકો વિશેષ મહત્વની

નવી દિલ્હી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે પશ્વિમ બંગાળમાં વર્ચુઅલ (ઓનલાઈન) રેલી કરી છે. તેમણે કહ્યું કે, 2014થી રાજ્યમાં પરિવર્તન માટે 100 થી વધારે ભાજપ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યા છે, તેમનો ત્યાગ ‘સોનાર બાંગ્લા’ બનાવાવમાં કામે લાગશે. ભાજપના ફેસબુક અને ટ્વીટર પેજ પર આ રેલીનું સીધું પ્રસારણ પણ થયું હતું. શાહે રવિવારે બિહારમાં અને સોમવારે ઓરિસ્સામાં વર્ચુઅલ રેલી કરી હતી. સંબોધનમાં શાહે કહ્યું કે, રાજકીય રીતે પશ્વિમ બંગાળ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. બંગાળમાં લોકસભાની 42માંથી 18 બેઠક ભાજપે જીતી છે એ અમારા માટે સૌથી મહત્વની છે.

ભાષણનું અપડેટ

 • અમે અહીંયા સોનાર બંગાળ બનાવવા માટે આવ્યા છીએ. આમારી પાર્ટી 10-10 વર્ષ સુધી સત્તામાં બેસીને બીજી પાર્ટી પર આરોપ લગાવનારી નથી. અમે સત્તા મળતાની સાથે પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખીએ છીએ.
 • અમે પ્રવાસી મજૂરો માટે ટ્રેન દોડાવી તેને શ્રમિક ટ્રેન નામ આપ્યુ, પણ મમતા બેનર્જીએ આ ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહીને તમે મજૂરોનું અપમાન કર્યુ, શાહે કહ્યું કે મજૂરોની આ જ ગાડી તમને બહાર કરી દેશે.
 •  અમે જનધન ખાતા ખોલવા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, આજે આ મુશ્કેલ ઘડીમાં 51 કરોડ લોકોના બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયા નાંખવામાં આવ્યા હતા.
 •  મોદીજી 2014માં દેશના વડાપ્રધાન બન્યા અને 2019માં ફરીથી જનાદેશ મેળવ્યો અને મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પુરુ થયું છે. આ 6 વર્ષ ભારતને દરેક રીતે આગળ વધારવાના 6 વર્ષ છે. આ 6 વર્ષમાં  ભારતની સમસ્યાઓનું સમાધાન કરાયું છે.
 • અમે પ્રવાસી મજૂરો માટે ટ્રેન દોડાવી તેને શ્રમિક ટ્રેન નામ આપ્યુ, પણ મમતા બેનર્જીએ આ ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહીને તમે મજૂરોનું અપમાન કર્યુ, શાહે કહ્યું કે મજૂરોની આ જ ગાડી તમને બહાર કરી દેશે.
 • બંગાળની સરકાર પર કેન્દ્રની યોજનાઓ લાગુ ન કરવાનો આરોપ લગાવતા અમિત શાહે મમતા બેનર્જીને પડકાર આપ્યો અને કહ્યું કે, આ રાજકારણની વાત નથી રાજકારણના ઘણા મેદાન છે તમે મેદાન નક્કી કરી લો, બે બે હાથ થઈ જાય. શાહે કહ્યું કે, બંગાળમાં સત્તા બદલાશે અને શપથના એક મિનિટમાં આયુષ્માન ભારત યોજના બંગાળમાં લાગુ થઈ જશે.
 • અમિત શાહે કહ્યું કે, અમે અમારી સરકારનો હિસાબ આપી રહ્યા છીએ, મમતાજી તમે પણ 10 વર્ષનો હિસાબ આપો, પરંતુ બોમ્બ બ્લાસ્ટ અને ભાજપ કાર્યકર્તાઓના મોતનો આંકડો ના કહેતા.
 • શાહે કહ્યું કે, જ્યારે પણ જન સંવાદનો ઈતિહાસ લખવામાં આવશે, આ વર્ચુઅલ રેલીની પહેલને જરૂર સ્થાન આપવામાં આવશે. હું બંગાળની જનતાને કહેવા માંગુ છું કે ભલે ભાજપને 303 બેઠકો દેશભરમાંથી મળી છે પણ મારા જેવા કાર્યકર્તાઓ માટે સૌથી મહત્વની તો બંગાળની 18 બેઠકો છે.
 • કોવિડ અને અમ્ફાનના કારણે જે લોકોના મોત થયા છે, એ તમામની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું.
 • 2014થી 100થી વધારે ભાજપ કાર્યકર્તાઓ સંઘર્ષ કરીને પોતાના જીવ ગુમાવ્યા છે. હું તેમના પરિવારોને સલામ કરું છું. જ્યારે પણ બંગાળમાં પરિવર્તનનો ઈતિહાસ લખવામાં આવશે, ત્યારે આ કાર્યકર્તાઓનું નામ લખવામાં આવશે.

બંગાળમાં 1000 વર્ચુઅલ રેલી કરવાની યોજના
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટી બંગાળના દરેક ભાગને કવર કરવા માટે અહીંયા 1000 વર્ચુઅલ રેલી કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 2 મહિનાથી અમારા કાર્યકર્તાઓ ઘરે બેઠા છે. આ રેલીથી તેમનું મનોબળ વધશે અને રાજ્યની 294 બેઠકો પર આગામી વર્ષે યોજાનારી વિધાનસભ બેઠક માટે ઉર્જા મળશે. બંગાળમાં ગત વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 18 અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો મળી હતી.