‘નિસર્ગ’ સંકટ : રૂપાણી સરકાર એકશનમાં

By | 1st June, 2020

વાવાઝોડાની સ્થિતીનો તાગ પામવા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ યોજી તત્કાળ બેઠક : ડિઝાસ્ટરવિભાગના અધિકારીઓ સાથે સ્થિતીનો મેળવ્યો તાગ, તૈયારીઓની કરી સમીક્ષા : રાજયમાં પ્રિ-સાયકલોનીક એલર્ટ જાહેર કરાયું

ગાંધીનગર : ગુજરાતમાં આગામી મહીને હીકા વાવાઝોડાંના ખતરાને ધ્યાનમાં રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં આગામી ૪ અને ૫ જૂનના રોજ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. જેને લઇને રાજ્યના કેટલાંક જિલ્લાઓના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. ત્યારે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત…
કોરોનાના કહેરની વચ્ચેગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતના વલસાડ સહિતના વિસ્તારોમાં આ વવાઝોડું ટકરાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે તેવામાં બીજીતરફ રાજય સરકાર પણ હરકતમાં આવી જવા પામી ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. સીએમ રૂપાણીએ નિસર્ગ વાવાઝોડાના પગલે આજ રોજ ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી છે.આજની બેઠકમાં
ગૃહવિભાગ, એનડી આરએફના અધિકારીઓ હાજર રહ્યા છે. વાવાઝોડું ખાસ કરીનેવલસાડના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવનાઓ છે. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં આવેલા જિલ્લાઓના કલેકટરને પણ સરકાર એકસન પ્લાન ઘડી અને આ સંકટની સામે કેવી રીતે સજજ રહેવુ તે માટેની પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

 Publisho Theme | Powered by Wordpress