પ્રસિદ્ધ જ્યોતિષી બેજન દારૂવાલાનું 90 વર્ષની વયે અમદાવાદમાં નિધન

factcheckerindia99 | 30th May, 2020 | 0 | Ahmedabad News , Breaking News

સંજય ગાંધીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થશે એવું ભવિષ્ય તેમણે ભાખેલું

ફેફસાંમાં ઈન્ફેકશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા

ગણેશજી અને હનુમાનજીના ભક્ત અને કોરોના અંગે વિવિધ આગાહી કરનારા પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય બેજન દારૂવાલાનું આજે સાંજે 5-13 મિનિટે અમદાવાદની ભાટમાં આવેલ એપોલો હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન નિધન થયું છે. 90 વર્ષની વયના બેજન દારૂવાલાને ફેફસામાં ઈન્ફેકશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ તેઓ કોરોના વાઈરસથી સંક્રમિત પણ થયા હતા. બેજન દારૂવાલાના નિધન પર ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને અંજલિ અર્પી હતી. જન્મભૂમિ અને જ.પ્ર.માં તેઓ ગણેશા સ્પીક્સ હેઠળ રાશિભવિષ્ય ભાખતા હતા.
બેજન દારૂવાલાને પહેલેથી અસ્થમાની તકલીફ તો હતી જ અને તેઓ ચેઈન સ્પોકર પણ હતા જેના કારણે તેમના ફેફસા નબળા પડી ગયા હતા. તેમને ફેફસાના ઈન્ફેકશનના કારણે ન્યૂમોનિયાથી અસર થતાં ગત તા. 24ના રોજ અમદાવાદની ભાટ ગામે આવેલી એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તેઓની તબિયત ગંભીર હોવાથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન તબીબોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા અને તેમનો રિપોર્ટ પર પોઝિટિવ આવ્યો હતો, જોકે બેજન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાએ કોરોનાના લક્ષણોનો ઈન્કાર કરતા કહ્યું હતું કે મારા પિતાજીને કોરોના લક્ષણો હોવાનું તબીબો ભલે કહેતા હોય પણ ફેફસાના ઈન્ફેકશનના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

112 જુલાઈ, 1931ના રોજ મુંબઈમાંપારસી પરિવારમાં જન્મેલા બેજન દારૂવાલાએ દેશ અનેવિદેશમાં નામાંકિત જ્યોતિષ તરીકે જલદી લોકચાહના મેળવી હતી. વિશ્વ વિખ્યાત જ્યોતિષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનારા બેજન દારૂવાલા ટેરો રેડિંગ, વાસ્તુ, હવામાન, વિજ્ઞાનને લગતી બાબતોના નિષ્ણાંત હતા. તેમને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. તેમણે 2014માં ભવિષ્ય વાણી કરી હતી કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીત થશે. 2019માં પણ નરેન્દ્ર મોદીની જીતની ભવિષ્યવાણી કરી હતી. બન્ને લોકસભા ચૂંટણીમાં ભાજપે બહુમતીથી સરકાર બનાવી હતી. જ્યારે ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું હતું ત્યારે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે કોરોનાને લઈને કઠિન સમય આવશે. કોરોના કપરો કાળ છે.
બેજન દારૂવાલાએ એ પણ ભવિષ્યવાણી કરી હતી કે, સંજય ગાંધીની દુર્ઘટનામાં મોત થશે. 23 જૂન, 1980ના રોજ સંજય ગાંધીની સફદરગંજ હવાઈમથક નજીક એક વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. સંજય ગાંધીના મોતની ભવિષ્યવાણીને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાજપના ઉદ્ભવની ભવિષ્યવાણીથી લઈ ગુજરાત ભૂકંપ અને કારગિલ યુદ્ધ અંગે પણ તેઓએ ભવિષ્યવાણી કરી હતી. વધુમાં ગણેશા સ્પીક્સ ડોટકોમની સ્થાપના થઈ ત્યારથી જ તેઓ કંપની સાથે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર, પ્રમોટર અને જ્ઞાનના મુખ્ય ત્રોત તરીકે સંકળાયેલા રહ્યા હતા.

તેમણે જ વર્ષ 2003માં આ વેબસાઈટ અને તેની સેવાઓનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી, નાદુરસ્ત તબિયતના કારણે તેમની સક્રિય ભૂમિકા રહી ન હતી. જોકે ગણેશાસ્પીક ડોટકોમ અને તેની ટીમને થોડા વર્ષા પહેલાં જ તેમણે પોતાના સત્તાવાર વારસદાર તરીકે જાહેર કર્યા હતા. અને છેલ્લે તેઓ ગણેશાસ્પીક ડોટકોમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યા હતા.

Related Posts

Search More

Get More Now.

Enter Your Email Address:

MSME Need Help – Petition Survey.

MSME needs government's special attention, so please give do support. FOLLOW THIS LINK: HTTPS://BUFF.LY/2XM1QIH

1 signature = 0% of goal

0
51000

MSME Benefit Petition

MSME needs government's special attention, so please give do support.
- Government employee's are asked to reduce the salary, why we are forced to pay the salaries.
- We need exemption in electricity bill for next 3 months.
- Exemption in corporation tax for 1 year
- Rebate on GST payment for 6 months
- Relaxation in GST return filling
- Relaxation in PF and ESIC return filling.

Follow this link: https://buff.ly/2Xm1Qih

**your signature**Share this link with your friends and make our voice more and more strong - https://buff.ly/2Xm1Qih

Share this with your friends:

Categories

Corona News and Updates

Aviation Industry News